ખાસનો દરજ્જો ધરાવતી પાલારા જેલમાંથી ફરી એક વખત મોબાઈલ મળી આવ્યો

copy image

ફરી એક વખત ખાસનો દરજ્જો ધરાવતી પાલારા જેલમાંથી પ્રતિબંધિત ઉપકરણ મોબાઈલ મળી આવ્યો હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જેલના બેરેક નં. 1111માં બંધી એવો કાચા કામનો કેદી ડાડુભાઈ ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમ હમદ જેડાની શંકાસ્પદ હિલચાલ કરતો હોવાથી તે તપાસ કરવામાં આવતા તેની પાસેથી નોકિયા કંપનીનો સાદો મોબાઈલ ચાલુ હાલતમાં મળી આવેલ હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.