ખારીરોહરમાંથી ડીગ્રી વગરનો બોગસ ડોકટર ઝડપાયો

copy image

ખારીરોહર ગામમાંથી ડીગ્રી વગરના બોગસ ડોકટરને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પૂર્વ ક્ચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો પાડીને ડિગ્રી વગર લોકોની દવા કરતા બોગસ ડોક્ટરની અટક કરી હતી. મળેલ માહિતી મુજબ ખારીરોહર ગામમાં આવેલા અલાનાપીરની દરગાહ નજીક કલીનીક લખેલા દવાખાનામાં તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યાં તપાસ કરતાં ડોકટરી કરતાં શખ્સ પાસેથી સક્ષમ સંસ્થા ગુજરાત મેડીકલ કાઉન્સીલના રજીસ્ટ્રેશન અંગેના કોઈ પ્રમાણપત્રો મળી આવેલ ન હતા. આ શખ્સ ડોકટરની ડિગ્રી વિના પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ શખ્સ પાસેથી કુલ રૂ.8853નો મુદ્દામાલ હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.