વિસનગરમાં રોકડ, દાગીના સાથે રૂ.3.70 લાખની તસ્કરી
વિસનગર કાંસા એન.એ.શાહીબાગ મહેશ્વરી સોસાયટીમાં મકાન ધરાવતા અને એચએએલ સુરત ઉધના રહેતા બિપિનભાઈ મફતલાલ પટેલના માતાપિતા વિસનગર ખતનું ઘર બંધ કરી સુરત લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે પડોશી દિપકભાઇ પોપટલાલ પટેલે ફોન કરીને ઘરનું તાળું તુટ્યું હોવાની જાણ કરી હતી. બિપિનભાઈ પટેલે વિસનગર આવીને જોતાં ઘરના દરવાજનું તાળું તુટેલું હતું. ઘરમાં પડેલી તિજોરી પણ તુટેલી હાલતમાં હતા. કાર્યવાહી કરતાં તિજોરીમાં મુકેલા દાગીના, સોનાની રૂદ્રાક્ષના મણકાવાળી કંઠી, સોનાની વીંટી, સોનાની ચેઇન, ચાંદીના સિક્કા, બંગડી તથા બે લાખ રૂપિયાની રોકડ સહિત કુલ રૂ.3,70,000ની તસ્કરી થઈ હતી. બિપિનભાઈ પટેલની ફરિયાદ આધારે પોલીસે તસ્કરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તસ્કરીની આ ઘટના અગાઉ કાંસા એન.એ.શાહીબાગ સોસાયટીના શિવમ વિભાગમાં પટેલ મુકેશભાઇ મોહનભાઇના બંધ ઘરમાંથી રૂ.1,23,500ની તસ્કરી થતાં તેમજ કરમુક્ત વખાર પ્લોટ નજીકના સયાજી આશ્રમ સંકુલની રૂમોનું તાળું તોડી અંદરથી તાંબા પિતળની વસ્તુઓ તથા રોકડ સહિત રૂ.78,000ની તસ્કરી થતાં સંકુલના સંચાલક બબળદાસ બેચરદાસ ચાવડા દ્રારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.