ભુજમાં પરણીતાએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ
ભુજના ઇન્દિરા નગરીમાં રહેતા દિવ્યાબેન ગૌતમ ગિરિ ગૂસાઈ દ્વારા પોતાના ઘરે ગાળામાં ફાંસો ખાઈને આત્મહત્યા ની કોશિશ કરી હતી. જાણવા મળતી વિગત અનુસાર દિવ્યબેન નું તેમના પતિ સાથે ઝગડો થતા આત્મહત્યાની કોશીશ કરી હતી. જેને તાત્કાલિક સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેની તાત્કાલિક સારવાર કરાતા તે બચી જવા પામી હતી. તેની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.