કચ્છમાં દારૂના ચાલતા ધંધાઓ બંધ કરવામાં નહીં આવે તો લોકોને જનતા રેડ કરવાની ફરજ પડશે.
ગુજરાત રાજ્ય દ્વારા દારૂ બંદી કરાઇ છે ત્યારે બીજી બાજુ કચ્છમાં ખુલ્લે આમ દેશી તેમજ અંગ્રેજી દારૂનો ધંધો ધોમધોકાળ ચાલી રહયો છે. બુટલેગરોને જાણે પોલીસની જરાય બીક ન હોય તેમ દારૂનો ધંધો કરી રહ્યા છે. તો ગુજરાત સરકાર દ્વારા જે દારૂ બંધીનો અમલ બહાર પાડવામાં આવ્યો છે. તેને બુટલેગરો પાણીમાં પીને ગળી ગયા હોય તેવું લાગે છે. ગણીવાર કચ્છમાં પણ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવામાં આવી છે. છતાં પણ આ દારૂના ધંધા આજ દિવસ સુધી બંધ થયા નથી. તો શું કચ્છની અંદર લઠ્ઠાકાંડ સર્જાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કચ્છ એકમના પ્રમુક અને આંતર રાષ્ટ્રીય ભીમ સેનાના મયુર.એ. મહેશ્વરી જણાવ્યુ હતું કે કચ્છની અંદર જો દારૂ વેચાણ બંધ કરવામાં નહીં આવે તો લોકોને સાથે રાખીને જે પણ પોઈન્ટ ઉપર દારૂનો ધંધો ચાલતો હશે તેના ઉપર જનતા રેડ કરવામાં આવશે. તેઓ દ્વારા દારૂના વેચાણ બંધ કરવા માટે ૧૫ દિવસની મહેતલ આપવામાં આવી છે.