મોબાઈલ ન આપતા પત્ની એ કર્યો આપઘાત
મોબાઈલ ન આપતા પત્ની એ કર્યો આપઘાત જાણવા મળતી વિગત અનુસાર વાપીમાં 26 તારીખ રોજ રાત્રીના સમયમાં પતિ અને પત્ની વચ્ચે મોબાઇલ જેવી બાબતે ઝઘડો થયા બાદ પત્નીએ રૂમમાં ગળાફાંસો ખાઇ પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. આપઘાત કરનાર પત્નીની લાશને પતિ ખભે ઉપાડી લાશને નદીમા નાંખવા જતાં એક રિક્ષા ચાલક જોઇ જતા પતિ લાશ મૂકીને નાશી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતાં આરોપી પતિ ને ડુંગરા પોલીસ દ્વારા ઝડપી પડાયો હતો.