10.8 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા બન્યું સૌથી વધુ ઠંડુ મથક

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગત ગુરુવારે નલિયા 10.8 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં  સૌથી વધુ ઠંડુ મથક બન્યું હતું. વધુમાં જણાઈ રહ્યું છે કે, રાપરમાં નીચા પારે 15  અને  ખાવડામાં 12 ડિગ્રી સાથે  વાગડ પંથક અને રણકાંધીનાં  સીમાવર્તી  ગામડાંઓનું જનજીવન વહેલી પરોઢે અને રાતના સમયે બરફની જેમ થર્યું હતું.  વહેલી સવાર અને રાતના સમયે ઠંડીના ચમકારાને બાદ કરતાં હજુ તાપ અને ભેજનાં ઉંચા પ્રમાણનાં પરીણામ સ્વરૂપે દિવસ દરમ્યાન  હજુ  થોડીક  ગરમી અનુભવાઈ રહી છે.