59 હજારના દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ

copy image

ગાંધીધામ એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે જૂની સુંદરપૂરી ધોબીઘાટ શિવમંદિર પાછળ વાળી ગલીમાં પ્રવીણ સોલંકી નામક શખ્સનાં રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થ રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી રૂ.59025ની અલગ અલગ બ્રાન્ડની બોટલો કબ્જે કરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સની પોલીસે અટક કરી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.