ભુજના દેશલપર (વા)ની વાડીમાંથી 62 હજારના વાયર પર હાથ સાફ કરી તસ્કરો થયા ફરાર

ભુજ ખાતે આવેલ દેશલપરના સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાંથી 62 હજારના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ મામલે ભાવિક શિવજી પિંડોરિયા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આ વાડીમાં ગત તા.28/12ના રાતથી સવારના અરસામાં તસ્કરોએ હાથ સાફ કર્યો હતો. વાડીમાં રહેતા અરવિંદ રાઠવા ગત દિવસે પાણી માટે મોટર ચાલુ કરવા જતાં વીજ વાયર હાજર ન હતો. ચોર ઈશમો બે બોરથી સ્ટાર્ટર અને ત્યાંથી  ડીપી સુધી 25 એમ.એમ.ના 250 મીટર વાયર કિંમત રૂા. 62,500ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.