ગોંડલમાં ટ્રકની હડફેટે 03 વર્ષીય માસૂમ બાળકે જીવ ગુમાવ્યો

copy image

ગોંડલમાં ટ્રકે ૩ વર્ષના બાળકને હડફેટમાં લેતા માસૂમ બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગોંડલ ખાતે આવેલ ઘોઘાવદર ચોક થી રેતી ચોક તરફ જતા રોડ પર જતાં ટ્રકે ૩ વર્ષના બાળકને હડફેટે લેતા બાળકનું મોત થયું હતું. આ સમગ્ર બનાવ અંગે મૃતક બાળકના પિતા દ્વારાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા.૨૮/૧૨/૨૦૨૩ રોજ ફરિયાદી અકસ્માતગ્રસ્ત સ્થળ પર જ્યાં તેઓ મજૂરી કામ કરે છે તે કારખાનાની બાજુમાં રોડ પર ઉભેલ હતા. તે દરમ્યાન કારખાના સામે યોગી સીમેન્ટ કારખાનાની દીવાલ પાસે મેઇન રોડની સામેની બાજુ ફરિયાદીનો ૦૩ વર્ષીય દીકરો રમી રહ્યો હતો અને તે દરમ્યાન આરોપી શખ્સની ટ્રકે રોડની સામેની બાજુ રમતા બાળકને હડફેટે લેતા આ બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે ટ્રકના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.