બનાસકાંઠાના દાંતા નજીક બે બાઈક વચ્ચે ટક્કર : ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત, એકની હાલત ગંભીર

image-159

copy image

copy image

બનાસકાંઠામાં માર્ગ અકસ્માતોની ઘટનામાં દિન પ્રતિ દિન વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે અહી વધુ એક અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. વર્તુળોમાંથી પ્રાપ્ત થતી ઇગતો મુજબ, ગત મોડી રાત્રે દાંતાના અડેરણ-તરસંગ ગામ નજીક બે મોટરસાયકલ સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા તેમજ એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.