નખત્રાણા ખાતે આવેલ દેવીસરમાંથી ત્રણ જુગાર પ્રેમીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા

copy image

નખત્રાણા ખાતે આવેલ દેવીસરમાંથી ત્રણ જુગાર પ્રેમીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ કાર્યવાહી ગત દિવસે બપોરના અરસામાં હાથ ધરી હતી. આ મામલે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, દેવીસર ખાતે આવેલ પબામાના મંદિરની આગળના ભાગે નદી કિનારે બાવળની ઝાડીમાં અમુક શખ્સો ધાણીપાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા, તે દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને જુગાર રમતા ત્રણ શખ્સોને પકડ્યા હતા.મળેલ માહિતી મુજબ પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 3530 હસ્તગત કરવામાં આવેલ છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સો વિરુદ્ધ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.