ભચાઉમાંથી જમીનમાં દાટેલ 56 હજારનો શરાબ પોલીસે શોધી કાઢ્યો : આરોપી ફરાર

copy image

ભચાઉમાથી પોલીસે 56 હજારનો દારૂ ઝડપી પાડ્યો છે. પરંતુ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી ઈશમો પોલીસના હાથમાં આવેલ નથી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભચાઉ ખાતે આવેલ સંધાઉના સીમ વિસ્તારમાં પડતર જમીનમાં દાટવામાં આવેલ શરાબ પોલીસે શોધી કાઢ્યો હતો. સૂત્રોએ જણાવ્યા અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મનફરાના ભવાન ખીમા કોળી અને ગોપાલ ખીમા કોળી નામના શખ્સોએ વેચાણ અર્થે દારૂ સંતાડેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી કુલ 150 બોટલ કિંમત રૂા. 56,250નો દારૂ કબ્જે કર્યો હતો, પરંતુ આરોપી શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.