ભચાઉ ખાતે આવેલ હલરા ગામમાં જમીનના ખોટા દસ્તાવેજો બનાવી બારોબાર વેચાઈ

  ભચાઉ ખાતે આવેલ હલરા ગામમાં જમીનના ખોટા દસ્તાવેજો બનાવી બારોબાર વેચી દેવાતા આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ફરિયાદીની જમીન હલરા ગામના સીમ વિસ્તારમાં આવેલ છે. આરોપીઓએ ફરિયાદીનું નકલી આધારકાર્ડ બનાવી અને ખોટા આધાર-પુરાવા ઊભા કરી  ફરિયાદીની જમીન અંગે તા. 1/10/2022 દસ્તાવેજ બનાવેલ હતા જેમાં અન્ય બે શખ્સો સાક્ષી તરીકે રહ્યા હતા અને આ જમીનના બારોબાર દસ્તાવેજ ઊભા કરી દેવાયા હતા. ફરિયાદીને આ અંગે ધ્યાન જતાં તેઓ ભચાઉ-સમખિયાળી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં અંતે કોર્ટનું શરણું લેવાતાં કોર્ટે હૂકુમ આપતાં આ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં હતી જે અંગે પોલીસે આગળની તપાસ આરંભી છે.