ભુજમાં એક રહેણાક મકાનમાંથી શરાબની 12 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે પોલીસે ભુજમાથી 11 હજારના દારૂ સાથે એક શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો છે. આ મામલે મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજ શહેરમાં આવેલ શ્રીજીનગર-અરિહંત નગરમાં એક શખ્સ મકાન ભાડે રાખી દારૂનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેઇડ પાડી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ મકાનમાથી અલગ અલગ બ્રાન્ડની કુલ 12 બોટલ જેની કિંમત રૂા. 11,280નો અંગ્રેજી દારૂ હસ્તગત કરવામાં આવેલ હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.