રેશનિંગનો જથ્થો કાળા બજારમાં ઠલવાતો હોવાના રેકેટનો થયો પર્દાફાશ

સરકાર દ્વારા જરૂરીયાતમંદ ગરીબ પરિવારોને આપવામાં આવતો રેશનિંગનો જથ્થો કાળા બજારમાં ઠલવાતો હોવાના રેકેટની પોલ પાધરી થઈ છે. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, 1.88 લાખના શંકાસ્પદ રેશનીંગના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો. આ મામલે મળેલ માહિતી અનુસાર લાઠીના મામલતદાર દ્વારા ગત દિવસે સાંજના અરસામાં રેશનિંગના ઘઉં, ચોખાના શંકાશ્પદ જથ્થા સાથે દામનગરના એક ટ્રક ચાલકને રૂપિયા પ.88 લાખના મુદામાલ રંગે હાથ પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રોએ જણાવ્યા અનુસાર  ગત રાત્રિના પૂર્વબાતમીના આધારે દામનગર નજીક આવેલ ભુરખિયા રોડ પર સીતારામ નગરમાં આવેલ ભાડાના મકાનમાં દરોડો પાડી 1.88 લાખના શંકાસ્પદ રેશનીંગના જથ્થા સહિત કુલ પ,88,રપ0ના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવેલ હતો.