મુંદ્રાથી નારાયણ સરોવર જતી એસટી બસના ચાલકને લોખંડના પાઇપ વડે માર મરાયો

copy image

copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, મુંદ્રાથી નારાયણ સરોવર જતી એસટી બસને રોકાવી ડ્રાયવરને માર મારવામાં આવેલ હતો ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવેલ હતી. આ અંગે મળેલ માહિતી અનુસાર નાગીયારી-સામત્રા રોડ પર મુન્દ્રાથી નારાયણ સરોવર જતી એસટી બસને રોકાવી ડ્રાયવરને બે અજાણ્યા શખ્સોએ લોખંડના પાઈપથી હુમલો કરી દીધો હતો. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે મુન્દ્રા તાલુકાના વાંકી ગામમાં રહેતા અને મુન્દ્રા-નારાયણ સરોવર રૂટની એસટી બસ ચલાવતા 42 વર્ષીય શંકરભાઈ નારણભાઈ આહિર દ્વારા નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત શુક્રવારના દિવસે સાડા આઠ વાગ્યાના અરસામાં ફરિયાદી એસટી બસ લઇને જઈ રહ્યા હતા. તે દરમ્યાન આરોપી શખ્સોએ રોડ પર બસને ઓવરટેક કરી અટકાવી હતી. ત્યાર બાદ આરોપી શખ્સોએ ફરિયાદીને બસથી નીચે ઉતારીને લોખંડના પાઈપ માર માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.