અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાંથી રૂા.1.45 લાખના ટાયરની ઉઠાંતરી

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાંથી રૂા.1.45 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત તા.29/12 ના રાત્રિના 11 વાગ્યા થી તા.30/12ના સવારે 7 વાગ્યાના અરસામાં મેઘપર બોરીચીમાં આવેલ અંબિકા ટાઉનશીપમાં પ્લોટ નં.217 પાસે તસ્કરોએ હાથ સાફ કર્યો હતો. મળેલ માહિતી મુજબ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર સિધ્ધી વિનાયક કાર્ગો મુવર્સ ટ્રાન્સપોર્ટની ટ્રકોના ઘસાઈ ગયેલા ટાયરો આજથી ચાર માસ અગાઉ ખુલ્લામાં મૂકવામાં આવેલ હતા. જેના પર ચોર ઈશમોએ હાથ માર્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.