નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલે કરી વેપારીઓ માટે મોટી જાહેરાત
ગુજરાતના વેપારીઓ માટે સારા મહત્વના સમાચાર આવ્યા છે. હવેથી રાજ્યમાં 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે અને ધંધો કરી શકાશે. આ જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે કરી છે. જાણવા મળતી વિગત અનુસાર વેપારીઓ સરકાર તરફથી આજે નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યમાં રિટેલ બજાર હવેથી 24 કલાક ખુલ્લુ રાખી શકાશે. તેમણે કહ્યું કે, આ માટે શ્રમ રોજગાર વિભાગે કાયદામાં સુધારો કર્યો છે. આ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે.