કચ્છના અબડાસા તાલુકામાં આવેલ હાજાપર ગામ મધ્યે PGVCL નો થાંભલો પડતાં એકનું મોત
કચ્છના અબડાસા તાલુકામાં આવેલ હાજાપર ગામ મધ્યે PGVCL ના નાના વાડા ફિડરમાં કામ કરતાં હેલ્પર તરીકે ફરજ ભજવતા એવા 23 વર્ષીય વિજય ભાઈનું મૃત્યુ થયેલ છે જાણવા મળતી વિગત અનુસાર વિજય ભાઈ અને તેમના સાથે અલ્પેશ ભાટિયા આજે સવારના દસ વાગ્યાના આસપાસ લાઇન બંદ કરવા માટે થાંભલા ઉપર ચડ્યા ત્યારે અચાનક થાંભલો વિજય ભાઈ ઉપર પડતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.