અંજારમાં આંકડાનો જુગાર રમતા ચાર ઇસમો પકડાયા
અંજારમાં પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતાં વરલીનો જુગાર રમતા ચાર ઇસમો પકડાયા હતા. આ બાબતે મળતી વિગતો અનુસાર અંજારમાં પોલીસે વરલી મટકા અંગે દરોડો પાડતાં શિવુભા બાલુભા જાડેજાને 1,540 રોકડ સાથે ગંગાનાકા પાસેથી મયુર રમેશ મારૂને રૂ.1,060 સાથે ખત્રીચોક પાસેથી શરદ ભરત કોલીને રૂ.1,170 રોકડ સાથે નગરપાલિકા કચેરી સામેથી તથા ભરતસિંહ રાયમલ લોચાણીને જીઆઇડીસી વિસ્તારમાંથી 1006રોકડ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે ચારેય ઇસમો વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.