માધાપર રસ્તા પર આંકડો રમાડતો 1 ઈસમ પકડાયો
ભુજ માધાપર રસ્તા પર ગણેશ કાંટા નજીક જાહેરમાં આંકડાનો જુગાર રમાતો હોવાની બાતમીના અધારે પોલીસે દરોડો પાડીને જુગારીને 4,200ની રોકડ સાથે ઝડપી સલાખો પાછળ ધકેલી દીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર દરોડો સાંજના અરસામાં પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આંકડાનો જુગાર રમાડી રહેલા ઝહીર આમદ બાયડ (ઉ.વ.34)ને પોલીસે રંગે હાથે પકડી પાડ્યો હતો. તેના કબજામાંથી 4,200ની રોકડ તથા સહિત્યો સહિતનો મુદામાલ કબ્જે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.