મોટા રેહામાં શરાબની 11 બોટલ ઝડપાઇ પણ શખ્સ ફરાર
ભુજ તાલુકાના મોટા રેહા ગામે તળાવ નજીકથી પોલીસે બાતમીના અધારે સાંજના અરસામાં 11 બોટલ દારૂની ઝડપી પાડી હતી જ્યારે શખ્સ મોટર સાયકલ ભગાવી નાશી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પધ્ધર પોલીસ સ્ટેશનના એએસઆઇ વનરાજસિંહ રવુભા ઝાલાને મળેલી બાતમીના આધારે મોટા રેહા ગામના તળાવ નજીક દરોડો પાડ્યો હતો. મોટર સાયકલ જી.જે.12 બી ક્યુ 7167 પર શરાબની બોટલ લઇને જતા શખ્સએ પોલીસને જોઇ બાઇક ભગાવી નાશી ગયો હતો. પોલીસે 3,850ના કિંમતની 11 શરાબની બોટલ તેમજ 25 ,000 ની બાઇક જપ્ત કરી શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.