રાજપથ ક્લબ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર તસ્કરી કરનાર પકડાયો
અમદાવાદ રાજપથ ક્લબની પાછળ નવી બની રહેલી એસ્ટ્રલ હાઉસ નામની બિલ્ડિંગના બેઝમેન્ટમાં આવેલા પતરાના રૂમમાંથી રાતના અરસામાં રૂ.2.25 લાખની કિંમતના ઈલેક્ટ્રિક સામાનની તસ્કરી થઇ હતી. આ બાબતે મણિનગરમાં રહેતા રાજન અમીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. જેના આધારે ડીસ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરતા બે ઇસમો બાઈક ઉપર 4 ફેરા કરીને આ માલ સામાન કોથળામાં ભરીને તસ્કરી જતા દેખાયા હતા. પોલીસને બાઈકના નંબરના આધારે યશવંતસિંગ મુનુવાસિંગ રાજપૂતને પકડી લીધો હતો. યશવંતસિંગ રાજપથ ક્લબની સામે આવેલા ફૂડ કોર્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને ત્યાં જ ઓરડીમાં રહે છે.યશવંતસિંગે તેના મિત્રની સાથે મળીને એસ્ટ્રલ હાઉસના બે ઝમેન્ટમાંથી ઈલેક્ટ્રિક સામાનની તસ્કરી કરી હતી.