વિદેશી શરાબ- બીયર બોટલ નંગ 231 પકડી પાડતો અમરેલી એસ.ઓ.જી સ્ટાફ

શ્રી નિર્લિપ્ત રાય,પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રાંરતિય વિદેશી શરાબ બાબતે ચોરી છૂપીથી હેરફેરી કરતાં અને પ્રાંરતિય વિદેશી શરાબનું વેચાણ કરતાં શખ્સો તેમજ જિલ્લાના પ્રોહીના લિસ્ટેડ બુટલેગર્સની પ્રવૃતિ બાબતે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી શરાબના કેસો કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી એલ.બી.મોણપરા ઇચા.પોલીસ અધિક્ષકની માહિતી હેઠળ એસ.ઓ.જીના પોલીસ સબ આઇએનએસ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા સ્ટાફ એસ.ઓ.જી.એ સાવરકુંડલાનાના આંબરડીથી લુવારા વચ્ચે કાચા રસ્તાથી ભારતીય બનાવટના વિદેશી શરાબ-બીયર સાથે પકડી પાડેલ છે. બાલસિંગ ઉર્ફે બાલો જયતાભાઈ બોરિચા ઉ.વ.24 ઝડપાયો હતો. અશોકભાઇ જયતાભાઈ બોરિચા ઉ.વ.24 ધટના સ્થળેથી નાસી છૂટયો હતો. આ ઈસમઓને દારૂ- બીયરનો જથ્થો અજીત જોધુભાઇ ગોહિલ ધટના સ્થળેથી બનાવટના અંગ્રેજી શરાબની બિયરની જુદી જુદી બ્રાંડની બોટલો નંગ 231 કિંમત રૂ. 45,470 મોબાઈલ ફોન નંગ 3 તથા જીઓ કંપનીનુ ડોંગલ કિંમત રૂ. 9,000 તથા રોકડા રૂ.21,000 તથા આઈ ટવેન્ટી કેર તથા ફોરચ્યુનર કાર કિંમત રૂ.22,00,000 મળી કુલ રૂ.22,75,470 નો મુદામાલ મળી આવેલ છે. ઉપરોક્ત ઈસમઓ સદરહુ રસ્તાથી ભારતીય બનાવટના વિદેશી શરાબ-બીયર અજીત જોધુભાઇ ગોહિલ પોતાની સફેદ કલરની પિઅકપ કારમાં આપી ગયેલ હોવાની વિગત જણાવેલ હોય તેની અટક કરવાની તપાસ શરૂ કરવામાં આવેલ છે. આગળની વધુ કાર્યવાહી સાવરકુંડલા  રૂરલ પોલીસ ચલાવી રહેલ છે. આમ, અમરેલી એસ.ઓ.જી સ્ટાફને ભારતીય બનાવટના વિદેશી શરાબ-બીયરની જુદી જુદી બ્રાંડની બોટલ નંગ 231 કિંમત રૂ.45,470 તથા રોકડા રૂ.21,000 તથા મોબાઈલ તથા બે કાર મળી કુલ મુદામાલ રૂ. 22,75,470 ની સાથે એક પકડી પાડવામાં સફળતા મળેલ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *