કરજણના વલણ ગામે જુગાર રમાડતા 5 ઈસમ પકડાયા

કરજણના વલણ ગામે હોસ્પિટલની સામે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો હારજીતનો તીનપતાનો જુગાર રમી રમાડતા હોવાની બાતમી કરજણ પોલીસને મળી હતી. દરોડો પાડીને કેટલાક શખ્સો તીનપતાનો પૈસા વડે  હારજીતનો જુગાર રમી રમાડતા હતા. જુગાર રમી રહેલા 5 શખ્સો નામે આરીફ્ભઈ અબ્બાસભાઈ મિર્ઝા, અઝરૂદિનભાઈ અજિતભાઈ બેલીમ,સુનિલભાઈ દોલતભાઈ રાજપૂત અરાફતખાન અસ્મતખાન પઠાણ અને સુફિયાનખાન યુસુફખાન પઠાણ બધા પાલેજ તા. ભરૂચના ઓની અટક બાબતે ઝડતીના કુલ રૂ.4,050 તથા દાબ ઉપરના રૂ. 2,450 મળી કુલ રૂ.6,500 મુદામાલ જપ્ત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *