લીમડી તાલુકાનાં ધુમધી ગામે કારની હડફેટે એકનું મૃત્યુ
લીમખેડા તાલુકાનાં ધુમધી ગામે રોડ ફળિયામાં રહેતા વીરસિંગભાઈ મકનાભાઇ ગત રોજ ધુમધી ગામેથી ચાલતા પસાર થઈ રહ્યા યતા. તે દરમિયાન એક ફોર વ્હિલર કારના ચાલકે પોતાના કબજાની ફોર વ્હિલર કાર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જતાં વીરસિંગભાઈ મકનાભાઇને અડફેટેમાં લઈ ટક્કર મારતા વીરસિંગભાઈ મકનાભાઇને શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજયું હતું. આ સંબધે ધુમધી ગામે રોડ ફળિયામાં રહેતા ચુનિયાભાઇ રામાભાઇ મુનિયાએ લીમખેડા સ્ટેશને ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવહી હાથ ધરી છે.