ખારીરોહરમાં આંકડાનો જુગાર રમાડતો એક ઈસમ પકડાયો
ગાંધીધામ તાલુકાના ખારીરોહર ગામે આંકડાનો જુગાર રમાડતા એક ઈસમને પોલીસે પકડી પાડ્યો હતો. આ બાબતે મળતી વિગતો પ્રમાણે ગાંધીધામ એ ડિવિઝન પોલીસએ અબ્બાસ બાવલા સાઇચા(રહે.ખારીરોહર) ને ખારીરોહર ગામના પીરની દરગાહ સામે ખુલ્લામાં આંકડાનો જુગાર રમાડતા રોકડ રૂ.2,380, મોબાઈલ કિંમત રૂ. 5,000 એમ કુલ 7,380ના મુદામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.