અજાપરમાંથી વિદેશી શરાબ સાથે એક આરોપી પકડાયો
અંજાર તાલુકાનાં અજાપરમાંથી પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડતાં વિદેશી શરાબ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. આ બાબતે મળતી વિગતો અનુસાર અંજાર પોલીસને મળેલી બાતમીના આધારે સામા હિરા રબારી (રહે. અજાપર તા. અંજાર)ના મકાનમાં દરોડો પાડતાં ભારતીય બનાવટના વિદેશી શરાબના ક્વાટરિયા નંગ 45 કિંમત રૂ.4,500 મળી આવતા શખ્સને પકડી પાડી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે