ભુજ તાલુકાના લાખોંદ ગામે પાસેથી વિદેશી દારૂની 5 બોટલ સાથે એક ઝડપાયો, બીજો ફરાર
ભુજ તાલુકાના લાખોંદ ગામે ભક્તિ નગરમાં પધ્ધર પોલીસે બાતમીના આધારે સાંજના અરસામાં દરોડો પાડીને એક ઈસમને 1,750ની કિંમતની વિદેશી દારૂની 5 બોટલ તથા હેરાફેરી માટે વપરાયેલ બાઇક સહિત ઝડપી પાડ્યો હતો જ્યારે દરોડા દરમિયાન અંજારના ખીરસરા ગામનો સામજી પોલીસ પહોંચે તે પૂર્વે સરકી ગયો. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે લાખોંદના ભક્તિનગરમાં સાંજના અરસામાં પોલીસે દરોડો પાડ્યો હતો. ભક્તિ નગરમાં રહેતો ગોપાલ સામતભાઇ ચાવડા નામનો ઈસમ અંગ્રેજી દારૂની બોટલ 5 કિંમત 1,750 તથા 20,000 ની કિંમતની મોટર સાયકલ જી.જે.12 ડીજે 2155 સાથે પકડાઈ ગયો હતો. જ્યારે અંજાર તાલુકાના ખીરસરા ગામે રહતો અન્ય ઈસમ પોલીસને થાપ આપી નાશી છૂટયો હતો. પધ્ધર પોલીસે ઇસમોઓ વિરૂધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા દારૂના દરોડા પાડવામાં આવે છે, દારૂનો જથ્થો ઝડપાય છે પણ દરોડા દરમિયાન ઇસમોઓ નાસી જવામાં સફળ રહે છે. આ દરોડામાં ઈસમ પોલીસને થાપ આપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો.