ગાંધીધામના કિડાણા ગામમાં મકાનમાંથી દેશી દારૂની 16 થેલી મળી આવી
ગાંધીધામના કિડાણા ગામમાં રહેણાક ધરમાંથી દેશી દારૂનું વેંચાણ થતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડતા અંદરથી 8 લીટર જેટલા જથ્થા સાથે એકની ધરપકડ કરી હતી. ગાંધીધામના કિડાણા ગામમાં આવેલા કોલીવાસમાં પોલીસે રાત્રના અરસામાં રહેણાક ઘરમાં રેડ પાડીને 16 દેશીદારૂની થેલીઓ ઝડપી પાડી હતી. આ સાથે શખ્સ ઈબ્રાહીમ રામજીભઈ કોલી (ઉ.વ.43) પણ પોલીસને હાથે ચડી ગયો હતો. પોલીસે પ્રોહિબીશનાના ધારા તળે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.