કાળી તલાવડીમાં પહેલાના ઝઘડાના મનદુ:ખે મારામારી

ભુજ તાલુકાનાં કાળી તલાવડી ગામે પહેલાના ઝઘડાના મનદુ:ખના પગલે મારામારી થઈ હતી. આ બાબતે પદ્ધર પોલીસ સ્ટેશનમાં તમાચી લતીફ ગગડાએ લખાવેલી ફરિયાદ અનુસાર અનવર રમજુ મથિલા તથા ઉંમર રમજુ મથિલા (રહે.કાળી તલાવડી, તા. ભુજ) એ જૂના ઝઘડાનું મનદુ:ખ રાખીને તામચીને અપશબ્દો કહીને મોબાઈલ લઈને જમીન પર પછાડીને નુકસાન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ધકબુશટનો માર પણ માર્યો હતો. જે બાબતે પદ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે શખ્સોઓ સામે ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.