વાવના કસ્ટમ રસ્તા પર વિદેશી શરાબ ભરેલી કાર પલ્ટી

 

વાવ ગત સવારના અરસામાં વાવ તાલુકાના અસારા લોદ્રાણીના કસ્ટમ રસ્તા પર વગર નંબર પ્લેટવાળી સેલવોલેટ કાર પલ્ટી ખાધેલી હાલતમાં પડી હતી. જેના પર બી.એસ.એફ.ના એક જવાનની નજર પડતાં તેણે તાત્કાલીક વાવ પોલીસને જાણ કરતાં વાવ પી.એસ.આઇ. જી. કે. જાડેજા, પો.કો.પ્રદીપભાઇ, દજાભાઇ, અમરસિંહભાઇ તેમજ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં નંબર પ્લેટ વગરની ચેસીસ નંબરવાળી પલ્ટી ખાધેલી હાલતવાળી કારમાંથી વિવિધ બ્રાન્ડવાળી વિદેશી શરાબની બોટલો નંગ-૧૦૩૪ કિંમત રૂ.૧,૦૩,૪૦૦ તેમજ કારની કિંમત રૂ. ૧,૦૦,૦૦૦ કુલ કિંમત રૂ.૨,૦૩,૪૦૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી અજાણ્યા આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *