પોરબંદરમાં મોબાઈલમાં ક્રિકેટનો જુગાર પકડાયો

પોરબંદરના વાડીપ્લોટ પાસે મુખ્ય રસ્તા ઉપર પોલીસે રેડ પાડતાં ભારતીય વિધાલય નજીક રહેતો મહેશ ઉર્ફે ભાઇલાલ નાનાલાલ ઠક્કર અને કડીયા પ્લોટ શેરી નં 7 માં રહેતો રાજેશ ઉર્ફે રાજુ પરષોતમ હિંડોચાને મોબાઈલમાં લાહોર ક્વાલેંર્સ અને ક્યુઈટા ગ્લેડીએટર્સ વચ્ચેના ટવેન્ટી-ટવેન્ટી ઓવરના ક્રિકેટ એક્ષચેન્જ એપ્લીકેશનમાં લાઈવ ક્રિકેટ મેચના સ્કોર ઉપર પૈસા વડે રન ફેરનો હારજીત જુગાર રમતા રોકડા રૂ.10,130 તથા મોબાઈલ ફોન નંગ 3 કિંમત રૂ.8,500 મળી કુલ 18,630 ના મુદામાલ સાથે પકડી લીધા હતા વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *