સાંસરોદ ગામમાં ચોરોનો તરખાટ, એક જ રાતમાં બે મોટર સાયકલોની ચોરી
ભરૂચના પાલેજ પાસે આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં એક જ રાતમાં ચોરોએ ગામમાંથી અલગ અલગ જગ્યાએથી બે મોટર સાઇકલોની ચોરી કરી ફરાર થઈ જતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત ૨૪ મી ફેબ્રુઆરીની રાત્રીના અરસામાં ઇબ્રાહીમભાઇ મહંમદભાઇ દાદુ રહે. સાંસરોદની મોટરસાયકલ નંબર જીજે ૦૬ એમ એ ૨૨૬૨ તેમજ પરવેજ સઇદ કમાલ રહે. સાંસરોદની મોટરસાયકલ નંબર જીજે ૦૬ જેબી ૯૪૫૧ બંને મોટરસાયકલની કુલ કિંમત ૪૫,૦૦૦ ની કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરો એક જ રાતના અરસામાં સાંસરોદ ગામમાંથી બે મોટર સાયકલોની ચોરી કરી ફરાર થઇ જતા ગ્રામજનોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ પોલીસ પેટ્રોલિંગ કડક બનાવે તેવી ગ્રામજનો દ્ધારા માંગ ઉઠવા પામી છે. કોઇ તસ્કર ટોળકી સક્રિય થઇ હોવાની પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. બનાવ સંદર્ભે ઇબ્રાહીમભાઇ મહંમદભાઇ દાદુએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે ફરિયાદ નોંધી તજવીજના ચક્રો ગતિમાન કર્યા છે.