કિડાણા નજીકથી 8.59 લાખનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

daru

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, કિડાણા નજીકથી પોલીસે લાખોનો દારૂનો ઝડપી પાડ્યો છે. મળેલ માહિતી અનુસાર LCBની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કિડાણાથી શિણાય  જતા માર્ગ પર આવેલ વેદાંતા ગ્રીન સોસાયટી સામે  એક વાડીમાં વેચાણ અર્થે દારૂનો જથ્થો ઉતારવામાં આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી વાડી પરની ઓરડી ખોલીને તપાસ હાથ ધરતા તેમાંથી શરાબની પેટીઓ નીકળી પડી હતી. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, આ જગ્યાએથી અલગ અલગ બ્રાન્ડની બોટલોનો કુલ રૂા. 8,59,800નો અંગ્રેજી શરાબનો જથ્થો કબ્જે કરાયો હતો.  હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર ન મળતાં પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આરોપી શખ્સ સામે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.