અંજાર ખાતે આવેલ સતાપર નજીકથી 20 વર્ષીય યુવાનની લાશ મળી આવતા ચકચાર
copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, અંજાર ખાતે આવેલ સતાપર ગામ પાસે નવા બનતા પુલ નજીકથી 20 વર્ષીય યુવાનની લાશ મળી આવેલ હતી. આ બનાવના પગલે ભારે ચકચાર પ્રસરી છે. મળેલ માહિતી મુજબ ગત તા. 13/1 થી 14/1ના સવારના અરસામાં સતાપર નજીક નવા બનતા પુલ નજીક આ બનાવ બન્યો હતો. પોરબંદરના ગોરાણા ગામનો આ યુવાન છેલ્લા ચારેક માસથી અહીં કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરી રહ્યો હતો. મળેલ માહિતી મુજબ ગત તા. 13/1ના માટી નાખવાનું કામ ચાલુ હતું તે સમયે આ યુવાન ત્યાં હાજર હતો. ત્યાર બાદ સાંજે પાંચેક વાગ્યાથી આ યુવાન ક્યાય જોવામાં ન આવતો હોવાનું સામે આવતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી લોકોએ આ યુવાનની શોધખોળ કરી હતી. ત્યાર બાદ સવારના ભાગે જ્યાં માટી પડી હતી તેને જેસીબી વડે હટાવાતાં ત્યાંથી આ યુવાન ઘૂસેલો મળી આવ્યો હતો. જેથી આ અંગે તુરંત પોલીસને જાણ કરાઈ હતી. આ બનાવ અંગે પોલીસે આગાળની વધુ તપાસ હાથ ધરી છે.