ચોરાઉ મોબાઈલ સાથે એક ઈસમને પકડી લેતી એલ.સી.બી પોલીસ

ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સૂચના અનુસાર ભાવનગર એલ.સી.બી ટીમ અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવા પેટ્રોલીંગમાં હતા.ત્યારે પુર્વ બાતમીના આધારે હિમાલીયા મોલ તરફથી આવતા એક ઇસમને શંકાના અટકાવી તેના કબજામાંથી એક મોબાઈલ ફોન મળી આવતા જે બાબતે આગવી ઢબે પુછતાછ કરતાં તેમણે જણાવ્યુ હત કે તેણે આ મોબાઈલ એક ઈસમ પાસેથી ધાક-ધમકી આપી કઢાવી લીધો હતો. એલસીબીએ તેને પકડી લીધો હતો. મળતી વિગતો અનુસાર ભાવનગર શહેર વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતા-ફરતા ભાવનગર કાળિયાબીડ પાણીની ટાંકી નજીક આવતા પો.કો સત્યજીતસિંહ ગોહિલને બાતમી રાહે હકીકત મળેલ કે નારી ચોકડી નજીક રહેતો રવી કાળુભાઇ ગહેન શરીરે ઘેરા બ્લુ કલરનો શર્ટ તથા સ્કાયબ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે. જે સિલ્વર કલરના મોટર સાયકલ  પર હિમાયલ મોલ તરફથી ચોરાઉ શક પડતાં મોબાઈલ સાથે આવનો છે જે બાતમીવાળી જ્ગ્યાએથી વર્ણનવાળો શખ્સ સિલ્વર કલરના સ્પલેન્ડર મોટર સાયકલ તથા સેમસંગ ક્ન્પાણીના ગેલેક્ષી જી8 મોબાઈલ સાથે મળી આવતા જે બાબતે આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવેલ મજકુર શખ્સની અંગ જડતી કરતાં રોકડ રૂ.5,000 મળી આવેલ જે મોટર સાયકલની કિંમત રૂ. 25,000 તથા મોબાઇલની કિંમત રૂ.10,000 તથા રોકડરૂ.5,000 મળી કુલ રૂ.40,000નો મુદામાલ જપ્ત કર્યો હતો. એલસીબીએ તેની વધુ પુછપરછ કરતાં શખ્સની તેમણે જણાવેલ કેએસ આજથી એક મહિના પહેલા તેના મિત્ર ઈમરાન ઉર્ફે સરફરાઝ ઉર્ફે સૈફ ઇસ્માઇલભાઈ કુરેશી રહે. ઇન્દિરાનગર ભાવનગરવાળા સાથે મળી વેલેન્ટાઇન સર્કલથી સંસ્કારમંડળ તરફ જતાં રસ્તે પોતાના સિલ્વર હીરો સ્પલેન્ડર મોટર સાયકલ સાથે રસ્તે જતાં સાયકલ સવાર સાથે અથડાવી તેને ભયમાં મુકી ખર્ચા પેટે પૈસાની માંગણી કરી ઉપરોક્ત મોબાઈલ તથા રોકડ રૂ.5,000 બળજબરીથી કઢાવી લીધાનું જણાવેલ જે અંગે ખરાઈ કરતાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં તે મુજબનો ગુનો લખાવેલ છે. આમ તે ઇસમને પકડી લોકઅપ હવાલે કર્યો હતો. આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી. ડી.પરમાર તથા પો.સબ.ઇન્સ. આર.એચ. બાર, એલ.સી.બી.ટીમના હેડકોન્સ. ભયપાલસિંહ ચુડાસમા, ક્લ્યાણસિંહ જાડેજા તથા પો.કોન્સ. સત્યજીતસિંહ ગોહિલ તથા જયદીપસિંહ ગોહિલ વગેરે જોડાયા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *