સામખિયારી, અંજારમાં જુગાર રમતા 6 પકડાયા, 1 ફરાર
પુર્વ કચ્છમાં સામખિયારી તેમજ અંજારમાં પોલીસે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા 6 ઈસમોની અટક કરી લીધી હતી. જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બપોરના અરસામાં ટીમ પેટ્રોલીંગમાં હતી. તેવામાં બાતમીના આધારે ગામના તળાવ અંદર બાવળની ઝાડની નીચે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા સુરેશ લાધુ મારાજ, કાનજી તમાચી કોલી, કાનજી કરશન કુંભાર અને રામજી વજુ આહિરની અટક કરી લીધી હતી. ઈસમ પાસેથી રોકડ મળી રૂ.13,900 નો મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. જુગારની અન્ય એક બનાવમાં અંજાર પોલીસે સવાસેર નાકા નજીક દરોડો પડ્યો હતો. જ્યાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા દિપક અમરતલાલ સોની તથા અબ્દુલા દાઉદ કુંભારની અટક કરી લેવામાં આવી હતી, પરંતુ ઇકબાલ ઉર્ફે અપલશા શેખ ખાખાને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. જેથી ઝડપાયેલા શખ્સ પાસેથી રોક્ડ મળી રૂ. 870 નો મુદામાલ જપ્ત કરી લેવાયો હતો. જે બાબતે બધા શખ્સો સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી હતી.