અંકલેશ્વર : હનુમાન ફળીયામાં તસ્કરોએ બંધ ઘરમાં સોના-ચાંદીના દાગીનાની કરી તસ્કરી
અંકલેશ્વર શહેરમાં હનુમાન ફળીયામાં તસ્કરો એક બંધ ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની તસ્કરી કરી ફરાર થઇ જતા શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અંકલેશ્વરના હનુમાન ફળીયામાં રહેતા સમીર જગદીશ પટેલએ મકાન બંધ કરી પરિવાર સાથે શહેરના અન્ય વિસ્તારમાં આવેલ સોસાયટીમાં લગ્ન પ્રસન્ગમાં ગયા હતા. તે દરમ્યાન તસ્કરોએ તેમના બંધ ઘરને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર ઘૂસી તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીનાની તસ્કરી કરી ફરાર થઇ ગયા હતા. દરમ્યાન ગત સવારે તેમના પિતા ઘરે આવતા તસ્કરી થઇ હોવાનું માલુમ પડતા તાત્કાલિક તેઓએ સમીર પટેલને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને તિજોરીમાં તલાશી કરતા સોનાચાંદીના દાગીના ગાયબ જણાતા તાત્કાલિક શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી, સમીર પટેલે ૧,૩૩,000 ની કિંમતના સોના ચાંદીના દાગીનાની તસ્કરી બાબતે શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. હાલ તો પોલીસે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.