મહેસાણામાં જુગારધામ ઝડપાયું ૫૪,૨૦૦ રોકડા સાથે ૪ ઝડપાયા
મહેસાણા શહેરના શોભાસણ રસ્તા પર છાપરામાં બેસીને કેટલાક શખ્સોઓ જુગાર રમી રહ્યાની બાતમી મળતાં એ ડિવિજન પોલીસે અહીં દરોડો કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસને જોતાંની સાથે જ શખ્સોઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે કોર્ડન કરી જુગારધામ પરથી રોકડ રૂ. ૫૪,૨૦૦ સાથે નિયાઝ મહમંદ જહીરૂદ્દીન પન્નુમીયા સૈયદ, ચાવડા મહેબુબ ગુલાબભાઇ, વ્હોરા હનીફ રસુલભાઇ અને બાબુ ગંગારામભાઇ દવેની અટક કરી હતી. પોલીસે બધા સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.