બળદિયામાં તસ્કરો ઘરની બહારથી બાઇક ચોરી ગયા
ભુજ તાલુકાનાં બળદિયા ગામે ઉપલાવાસમાં ઘરની બહાર પાર્ક કરેલી મોટર સાઇકલ તસ્કરો ચોરી ગયા હતા. જે બાબતે માનકુવા પોલીસ સ્ટેશન્સ અશોક માવજી જેસાણીએ ફરિયાદ લખાવી હતી. સાંજના અરસામાં બળદિયા ગામે ઉપલાવાસમાં બેંકવાળી શેરીમાં જીજે 12 ડીએન 8987, કિંમત રૂ. 30,000 વાળી કોઈ અજાણ્યા તસ્કરો લોક ખોલીને ચોરી ગયા હતા. જે બાબતે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.