વડોદરામાં 1.347 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમની અટક
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાંથી 1.347 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે વડોદરા શહેર પોલીસે એક ઈસમને પકડી પાડ્યો છે. ગાંજાનો જથ્થો પાદરા તાલુકાના વડુ ગામમાંથી આવતો હતો. ઈસમના ઘરમાંથી રૂ.9,679 ની કિંમતનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. ઈસમ અગાઉ 2005 અને 2012માં ગાંજા સાથે ઝડપાયો હતો વડોદરા એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. વી.એ. ચારણે જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીના કોતર નજીક ગણપતિ મંદિરવાળા મકાનમાં હરી ઉર્ફ હરીલાલ મોહન કહાર ગાંજાનો ધંધો કરતો હતો. બાતમીના આધારે તેના ઘરે રેડ પાડી 1.347 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હરીને ગાંજાનો જથ્થો પાદરા તાલુકાના વડુ ગામનો એક વ્યક્તિ એક માસ પહેલાં ગાંજાનો જથ્થો આપી ગયો હતો. ઈસમ હરી અગાઉ વર્ષ-2005 અને 2012માં ગાંજા સાથે ઝડપાયો હતો. પોલીસે બંને સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.