મથલમાં તળાવની પાળે ધાણીપાસાનો જુગાર રમતા 7 ઈસમ પકડાયા
નખત્રાણા તાલુકાનાં મથલ ગામે તળાવની પાળ ખાતે ધાણીપાસા વડે જુગાર રમી રહેલા સાત ઇસમને ઝડપી પાડી સ્થાનિક પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો હતો. આ ઇસમો પાસેથી રૂ.12,600રોકડા અને 6 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 16,400ની માલમતા જપ્ત કરાઇ હતી. પોલીસ સાધનોએ આપેલી જાણકારી પ્રમાણે સાંજના અરસામાં ઝડપાયેલ આ રેડમાં મથલના ઇબ્રાહીમ હસન પિંજરા, ઈસ્માઈલ રમજાન હસન સાટી, મજીદ જૂસબ પિંજરા, સિધિક ઓસામાણ ચાકી તથા નખત્રાણાના ચંદુલાલ લાલજી વાઘેલા અને કિશોજ બાબુલાલ ચાવડાને જુગાર રમવાના આરોપસર ઝડપાયા હતા. નખત્રાણા પોલીસે આ બધા સામે વિધિવત ગુનો દાખલ કર્યો હતો.