ગાંધીધામમાં આવતો અડધા કરોડનો દારૂ પકડાયો
ભુજ ગાંધીની ભૂમિ ગુજરાતમાં દારૂબધી હોવા છતાં અહી દારૂની રેલમછેલ છે જે કડવું સત્ય છે. અન્ય રાજ્યોમાંથી વિપુલ પ્રમાણમાં અહી દારૂ ઘુસાડી નિયમોની ઐસીતૈસી કરાતી હોય છે. ત્યારે કચ્છ આવી રહેલા અડધા લાખની કિંમતના દારૂને હળવદ પાસેથી પકડી પાડયો હતો. આ બાબતે વિગતો અનુસાર કચ્છએ છેવાડાનનો જિલ્લા હોવા છતાં અનેક ચેક્પોસ્ટો ક્રોસ કરી અહી બેરોકટોક દારૂ પહોંચે છે. પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે ફરી જીલ્લામાં મોકલાઈ રહેલા દારૂના મોટા જથ્થાને પકડી પાડી બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાવાયો છે. અમદાવાદ તરફથી દારૂ ભરેલું કન્ટેનર કચ્છ તરફ જય રહ્યું હોવાની બાતમી રાજકોટ રેન્જના આઇજી સંદિપસિંહને મળતા તેમની સૂચનાથી આરઆર સેલના સ્ટાફે હળવદ-માળીયા હાઇવે પર વોચ રાખતા હોટેલ હરિદર્શન પાસેથી મહારાષ્ટ્ર પાર્સીગનું ટ્રેઇલર નંબર એમએચ 04 જીઓ 6441 પસાર થતાં તેને રોકી તેના પર લદાયેલ કન્ટેનર ખોલતા તેમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 12660 બોટલ તેમજ 3360 બિયર બોટલ કિંમત રૂ. 49,90,800 તેમજ 15 લાખના ટ્રેઇલર સહિત રૂ.64,90,800 નો મુદામાલ પકડી પાડયો હતો.આર.આર.સેલના પી. એલ. આઈ. એમ. વી. વાળા અને તેમના સ્ટાફે દારૂના જથ્થા સાથે ટ્રેઇલર ચાલક બલવિન્દ્રસિંગ સંતોષસિંગને પકડી પાડ્યો હતો. ચાલકની તપાસ દરમ્યાન જાણવા મળેલ વિગત અનુસાર દારૂ તેમજ બિયરનો જથ્થો હરિયાળાથી ભરવામાં આવ્યો હતો. અને ગાંધીધામમાં તેની ડિલેવરી આપવાની હતી. જો કે આ જથ્થો કચ્છ પહોંચે તે પૂર્વે જ આર. આર.સેલએ પકડી પાડતા ગાંધીધામમાં તેની ડિલેવરી કોણ લેવાનું હતું તે સહિતની દિશામાં કાર્યવાહી હાથ ધરાઇ છે.