દેશી પિસ્તાળ અને 4 કારતુસ સાથે એક શખ્સ પકડાયો
બોટાદ જિલ્લાના પોલીસ વડાહર્ષદ મહેતાનાઓ દ્રારા જીલ્લામાં વાહન, હોટેલ, ઢાબા, ગેસ્ટ હાઉસ, ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શકમંદ શખ્સો અને શકમંદ વિસ્તાર ચેકીંગની ખાસ ડ્રાઈવ રાખવામાં આવેલ જે આધારે વિભાગીય પોલીસ અધિક્ષક આર.એન. નકુમની સુચના અને માહિતી હેઠળ પાળીયાદ પો. સ.ઇ.એન.સી. સગર ટીમ સાથે વાહન ચેકીંગ તથા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એક શખ્સ ઉદયભાઈ વલકુભાઈ ધાધલા કાઠી દરબાર રહે. નાગડકા હવાલા વાળા મોટર સાઇકલ નંબર જીજે 330779 વાળા પાસેથી ગેરકાયદેસર દેશ બનાવટની પિસ્તોલ તથા જીવતા કારતુસ નંગ 4 સાથે કુલ મુદામાલ રૂ. 45,320 સાથે ઝડપાયેલ હોય તો તેના વિરૂધ્ધ કાયદેસરની તપાસ કરવામાં આવેલ છે. આ ગુનાની કાર્યવાહી પાળીયાદ પોલીસ સ્ટેશનના પો. સબ. ઇન્સ એન સી. સગર ચલાવી રહ્યા છે.