ભરૂચ : ઇન્દીરાનગર ઝુપડપટ્ટીમાંથી વિદેશી શરાબ સાથે ૧ શખ્સને પકડી પાડતી ભરૂચ એલસીબી
ભરૂચ શહેર પોલીસે જિલ્લામાંથી શરાબની બદી દુર કરવાના હેતુસર હાથ ધરેલ ડ્રાઇવમાં ભરૂચ એલસીબીએ એસ.ટી.ડેપો નજીક આવેલ ઇન્દીરાનગર ઝુપડપટ્ટી વિસ્તારમાં ગેરકાયદેસર વેચાણ માટે રખાયેલા વિદેશી શરાબના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડી તેના વિરૂધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ પીએસઆઈ એ.એસ.ચૌહાણ તથા સ્ટાફનાં માણસો ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે ઇંદીરાનગર ઝુપડપટ્ટીમાં દરોડો પાડતા એક શખ્સ નામે નાશીર ઉર્ફે પપ્પુ અલ્લાહબક્ષ શેખ રહે.મોફેસર જીન કંપાઉંડ ઇંદીરાનગર ઝૂપડપટ્ટી પાછળને વિદેશી શરાબના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસે પકડાયેલા શખ્સ પાસેથી અંગ્રેજી શરાબના મુદ્દામાલમાં નાની મોટી તથા ટીન કુલ નંગ ૨૮૫ ની કિંમત રૂ. ૩૪,૫૦૦ તથા અંગ ઝડતીના રોકડા રૂ. ૧૦,૦૦૦ તથા એક મોબાઇલ નંગ-૧ કિંમત રૂ. ૫૦૦ મળી કુલ રૂ. ૪૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરૂધ્ધ આગળની તપાસ હાથ ધરી છે.