કરજણ : ટોલનાકા નજીક વડોદરા રૂરલ એલસીબીના હાથે રૂ. ૭,૬૮,૦૦૦ના વિદેશી શરાબ સાથે 2 ઇસમો પકડાયા

કરજણ ટોલનાકા નજીકથી ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે વડોદરા ગ્રામ્ય એલસીબીએ બે ઇસમો પકડી પાડ્યા હતા. નેશનલ નંબર ૪૮ પર આવેલા કરજણ ટોલનાકા નજીક વડોદરા ગ્રામ્ય એલસીબીએ ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતા શરાબનો ગેરકાયદેસર વેપલો કરતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો  મુજબ વડોદરા ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે પોલીસે કરજણ ટોલનાકા નજીક વોચ ગોઠવી બાતમીવાળો આયશર ટેમ્પો નંબર એમ એચ ૦૭ ૬૯૭૦ અટકાવી તેની સઘન તલાશી લેતા ટેમ્પામાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબની પેટી ૨૩૪ બોટલ નંગ ૫૨૫૬ કિંમત રૂ. ૭,૬૮,૦૦૦ તથા ટેમ્પો કિંમત રૂપિયા સાત લાખ મોબાઇલ નંગ 3 કિંમત રૂ. 3,000 તથા રોકડા રૂ. ૪,૬૦૦ તાડપતરી કિંમત રૂ.  ૫૦૦ મળી કુલ રૂ. ૧૪,૭૬,૧૦૦ ના મુદ્દામાલ સાથે પ્રકાશ ભવરલાલ બિશ્નોઈ રહે. સરનવ તા. સાચોટ જી. ઝાલોર (રાજસ્થાન) તથા કૈલાસ રઘુનાથ નાઇ રહે. અરનયનાઓની પ્રોહીબીશન એક્ટ હેઠળ અટક કરી કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધણી કરાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *