અમદાવાદ : લાંભા-નારોલ હાઇવે પર ત્રિપલ અકસ્માત, 3ના મૃત્યુ, 1 ને ઇજા
અમદાવાદમાં રાત્રના અરસામાં બે અકસ્માત થયાં હતા. જેમાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. જેમાં લાંભા ગામ ટર્નિંગ નજીક રાત્રના અરસામાં સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતાં. અસલાલી તરફથી પૂરપાટ ઝડપે આવેલા કારચાલકે એક્ટિવાને ટક્કર મારી જેને કારણે રોડની સાઈડમાં ઉભેલા ટ્રક પાછળ કાર અને એક્ટિવા ઘૂસી ગયા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠાં થયા હતા. અને ઇજાગ્રસ્તને સારવાર માટે દાખલ કરવામાં હતો. જ્યારે એસપી રસ્તા પરના ભાડજ નજીક રોંગ સાઈડમાં આવેલા બોલેરોચાલકે બાઈકસવારને અડફેટે લેતા બે શખ્સના મૃત્યુ નિપજ્યા હતા. આમ બે એક્સિડેન્ટમાં કુલ 5 લોકોના મૃત્યુ નીપજયાં હતા. શાહપુર મિલ કમ્પાઉન્ડમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બદયૂજમાં કુરેશી (ઉ.વ.50) અને મીરઝાપુર નવાવાસમાં રહેતા રાતના અરસામાં તેઓ ઘરે પાછા ફરતા હતા ત્યારે લાંભા ગામ ટર્નિંગ પાસે પાછળથી આવેલા કારચાલક વીરેન્દ્રસિંહ ભાટીએ એક્ટિવાને ટક્કર મારી રોડની સાઈડમાં ઉભેલી ટ્રકમાં એક્ટિવા ઘૂસાડી દીધું હતું. જ્યારે કાર પણ ટ્રક પાછળ ઘુસી ગઇ હતી.તેમનાં મિત્ર મહંમદ અખ્તર કુરેશી (ઉ.વ.50) સાથે પાદરા-પીપલજ નજીક આવેલા તેમના ફાર્મ પર બપોરે ગયા હતા. અકસ્માતમાં એક્ટિવા પર રહેલા બંનેના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયાં હતા. જ્યારે વીરેન્દ્રસિંહ ભાટીનું પણ ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. બનાવની જાણને પગલે દોડી આવેલી કે ડિવિઝન ટ્રાફિક પોલીસે આ અંગે વિરેન્દ્રસિંહ ભાટી સામે ગુનો નોંધ્યો હતો. વીરેન્દ્રસિંહ ભાટી ક્યાંનો રહીશ છે અને ક્યાંથી આવતો હતો એ અંગે આ લખાય છે ત્યાં સુધી કોઈ જાણકારી મળી નથી. એસપી રસ્તા પર ભાડજ સર્કલ પાસે બોલેરોકાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર જતાં બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યાં હતાં. રોંગ સાઈડમાં આવતાં બોલેરોચાલકે બંને બાઈકસવારને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ચાલક નાસી ગયો હતો. સચદેવ ભંડારી અને મનવીર લુહાર નામના બંને યુવક બાઈક પર જતાં હતાં ત્યારે અકસ્માત થયો હતો અને બંનેના મોત થયા હતા. પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને આગળની તપાસ હાથ ધરી હતી. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે.