અંજાર ખાતેથી વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડતી પૂર્વ કચ્છ એલસીબી
અંજાર ચિત્રકૂટ સર્કલ નજીક પોલીસ પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, જૈન કોલોનીમાં મોમાઈ માતાજીનાં મંદિરની સામેના ઘરમાં રહેતા રોહિતગીરી રાજેન્દ્રગીરી ગોસ્વામી પોતાના રહેણેક ઘરમાં વિદેશી શરબનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે હકીકત આધારે તે જગ્યા એચજે દરોડો કરતાં ઘરના રસોડાની અંદર અંદર ગ્રાઉન્ડ ટાંકો બનાવે તે ટંકમાંથી વિદેશી શરાબની જુદી જુદી બ્રાન્ડની કંપનીની બોટલો નંગ 396 કિંમત રૂ. 1,38,600 મળી આવેલ અને મજકુર શખ્સ પણ હજાર મળી આવતા મળી આવેલ વિદેશી શરાબ અંગે પુછપરછ કરતાં આ વિદેશી શરાબ કીડીયાનગર રહીશા હરિસિંહ જોરૂભા વાઘેલા પાસેથી આવેલ હોવાની બંને શખ્સો વિરુધ્ધ કાયદેસરની તપાસ કરી મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એલસીબી, પૂર્વ કચ્છ. ગાંધીધામના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.રાણા તથા એ.પી.જાડેજા તથા ટીમના એ.એસ.આઈ.પ્રવિણસિંહ પલાસ તથા લક્ષ્મણભાઈ આહીર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઈ આહીર, પુષ્પરાજસિંહ ગોહિલ તથા મહેન્દ્રસિંહ જાડેજા, પોલીસ કોન્સ. બલભદ્રસિંહ જાડેજા, ખોડુભા ચુડાસમા તથા હેતુભા ભાટી વગેરે જોડાયા હતા.